ગ્રહો વિષે માહિતી
એકવખત વાતાવરણથી અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રથી ઊપર ગયા બાદ પૃથ્વી પર ન પહાચી શકતા સૌર પવન અને ઈન્ફ્રારેડ અને પારજાંબલી કિરણો સુધી પહાચી શકાય છે. સૂર્યમાંથી જ મોટો ભાગના અવકાશી હવામાનનું સર્જન થાય છે, જે પૃથ્વી પર વીજળીના ઊત્પાદન અને ટ્રાન્સમિશન સિસ્ટમને અસર કરે છે અને તેમાં અવરોધ કરીને ઊપગ્રહ કે અવકાશીની તપાસને બગાડી પણ શકે છે.
બુધ[ફેરફાર કરો]
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Exploration of Mercury
અંદરના ગ્રહોમાં બુધ પર સૌથી ઓછું સંશોધન થયું છે. જાન્યુઆરી 2008ની સ્થિતિએ, મરાઇનર-10 અને મેસેન્જર મિશન જ બુધનું સૌથી નજીકથી નિરીક્ષણ કરનારા મિશન બની રહ્યા છે. મરાઇનર-10એ 1975માં કરેલા (મુસેલ, 2006બી) નિરીક્ષણોની વધારે તપાસ માટે મેસેન્જરે જાન્યઆરી 14, 2008ના રોજ બુધ પર ઊડાન ભરી હતી. બુધ પરનું ત્રીજી અવકાશ યાત્રા ઈ.સ. 2020માં આયોજન કરવામાં આવેલું બેપિકોલોમ્બો છે, જેમાં બે સંશોધનનો સમાવેશ થાય છે. બેપિકોલોમ્બો જાપાન અને યુરોપીયન અવકાશી સંસ્થાનું સંયુકત સાહસ છે. મેસેન્જર અને બેપીકોલોમ્બોનો ઊદ્દેશ્ય મરાઇનર-10ની ઊડાન દ્વારા શોધી કાઢવામાં આવેલી ઘણી રહસ્યમયને સમજવામાં વૈજ્ઞાનિકોને મદદરૂપ થવા માટે ખૂટતી માહિતી એકત્ર કરવાનો છે.
સૂર્યમંડળની અંદર રહેલા અન્ય ગ્રહો પરની ઊડાન ઉર્જાના ખર્ચે સિદ્ધ કરવામાં આવે છે, જેને અવકાશયાનની ઝડપમાં આવેલા ચોખ્ખા તફાવત અથવા ડેલ્ટા-વી તરીકે વર્ણવવામાં આવે છે. બુધ પર પહોંચવામાં પ્રમાણમાં વધારે પ્રમણમાં ડેલ્ટા-વીની જરૂરીયાત હોવાથી અને બુધ સૂર્યથી તે ઘણો નજીક હોવાને કારણે તેનું સંશોધન કરવું મુશ્કેલ છે અને તેની આસપાસની ભ્રમણકક્ષા પણ અસ્થિર છે.
શુક્ર[ફેરફાર કરો]
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Observations and explorations of Venus
શુક્ર આંતરગ્રહીય ઊડાન અને યાનના ઊતરાણ માટેનું પ્રથમ લક્ષ્યાંક હતો અને સૂર્ય મંડળમાં સૌથી પડકારદાયક સપાટી પરનું વાતાવરણ ધરાવતો હોવા છતાં સૂર્ય મંડળના કોઇપણ ગ્રહ કરતાં તેના પર સૌથી વધારે યાન (લગભગ બધા જ યુએસએસઆર દ્વારા) ઊતરાણ માટે મોકલવામાં આવ્યા છે. તરફની સૌ પ્રથમ ઊડાન ભરનાર યાન અમેરીકન મેરિનર-2 હતું, જે 1962માં શુક્ર પાસેથી પસાર થયું હતું. મરાઇનર-2 પછી શુક્ર તરફની ઊડાનને અન્ય અવકાશી પદાર્થોને ગુરુત્વાકર્ષીય સહાય પૂરી પાડવાના મિશનના ભાગરૂપે અનેકવિધ અવકાશ સંસ્થાઓ તરફથી અનેક યાને શુક્ર તરફ ઊડાન ભરી છે. ઈ.સ.1967માં સૌ પ્રથમ વખત વિનેરા-4એ શુક્રના વાતાવરણમાં પ્રવેશીને તેની ચકાસણી કરી હતી. ઈ.સ. 1970માં વિનેરા-7 શુક્રની સપાટી સુધી પહાચીને ઊતરાણ કરનારું પ્રથમ અવકાશ યાન બન્યું અને 1985 સુધીમાં સોવિયેટ યુનિયનના આઠ યાને શુક્ર પર સફળતાપૂર્વક ઊતરાણ કર્યું જેણે તસવીરો અને અન્ય સપાટી સંબંધિત માહિતી સીધી રીતે પૂરી પાડી. સોવિયેટે ઈ.સ. 1975માં ભ્રમણકક્ષામાં મૂકેલા વિનેરા-9થી શરૂ કરીને લગભગ દસ જેટલા સફળ ઓર્બિટર મિશન શુક્ર પર મોકલવામાં આવ્યા છે, જેમાં શુક્રની સપાટીની માપણી કરવા માટે સમજવામાં મુશ્કેલી પડે તેવા વાતાવરણમાં ઘૂસવા માટે રડારનો ઊપયોગ કરનારા પછીના મિશનનો પણ સમાવેશ થાય છે.
પૃથ્વી[ફેરફાર કરો]
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Earth observation satellite
અવકાશી સંશોધનનો ઊપયોગ પૃથ્વીને સ્વતંત્ર અવકાશી પદાર્થ તરીકે સમજવા માટે પણ કરવામાં આવે છે. ભ્રમણકક્ષાની અવકાશ યાત્રા પૃથ્વી અંગેની એવી માહિતી પૂરી પાડી શકે છે જે માત્ર પૃથ્વીની સપાટી પર રહીને મેળવવામાં આવેલા સંદર્ભો દ્વારા મેળવવી મુશ્કેલ અથવા તો અશકય હોય છે.
દાખલા તરીકે, અમેરીકાના પ્રથમ કૃત્રિમ ઊપગ્રહ એકસપ્લોરર-1 એ શોધ કરી ત્યાં સુધી વાન એલન વલયના અસ્તિત્વ અંગે બધા અજાણ હતા. આ બેલ્ટ્સ પૃથ્વીના ચુંબકિય ક્ષેત્રો દ્વારા આંતરવામાં આવેલા રેડિયેશન ધરાવે છે, જે હાલમાં 1000 કિમી ઊપરથી ઊપર અવકાશમાં માનવજીવન ધરાવતા સ્પેસ સ્ટેશનના બાંધકામને બિનવ્યવહારુ બનાવે છે. આ આકસ્મિક શોધ બાદ, પૃથ્વીના અવકાશીય દૃષ્ટિકોણથી સંશોધન માટે અનેક ઊપગ્રહો પૃથ્વીના નિરીક્ષણ માટે તેની ભ્રમણકક્ષામાં તરતા મૂકવામાં આવ્યા છે. આ ઉપગ્રહોએ પૃથ્વી પર આકાર લેતી અનેકવિધ ઘટનાઓને સમજવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે. દાખલા તરીકે, ઓઝોનના સ્તરમાં પડેલા ગાબડું પૃથ્વીના વાતાવરણનું સંશોધન કરી રહેલા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું અને ઉપગ્રહોનો ઉપયોગ પુરાતત્ત્વીય સ્થળો અથવા તો ભૂસ્તરીય બંધારણની શોધ માટે પણ કરવામાં આવે છે જેની ઓળખ અન્ય રીતે મુશ્કેલ કે અશકય બની રહે છે.
પૃથ્વીનો ચંદ્ર[ફેરફાર કરો]
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Exploration of the Moon
પૃથ્વીનો ચંદ્ર (પૃથ્વી સિવાય) પ્રથમ અવકાશી પદાર્થ હતો જેના અંગે અવકાશી સંશોધન શરૂ કરવામાં આવ્યું. ચંદ્ર પ્રથમ અવકાશી પદાર્થ તરીકે ઊડાન ભરવામાં આવી હોવાનું, તેનું ભ્રમણ કરવામાં આવ્યું હોવાનું અને તેના પર અવકાશયાન ઊતારવામાં આવ્યું હોવાનું આગવું મહત્ત્વ ધરાવે છે અને માનવ દ્વારા જેની મુલાકાત લેવામાં આવી હોય તેવો તે એકમાત્ર અવકાશી પદાર્થ છે.
ઈ.સ. 1959માં સોવિયેટે માનવજાતને કયારેય દૃશ્યમાન ન થઇ શકી હતી તેવી ચંદ્રની બીજી બાજુની પ્રથમ તસવીર મેળવી. અમેરિકાનું ચંદ્રનું સંશોધન ઈ.સ. 1962માં રેન્જર-4 સાથે શરૂ થયું. ઈ.સ. 1966થી શરૂ કરીને સોવિયેટે ચંદ્ર પર અનેક અવકાશયાન સફળ રીતે ઉતાર્યા જેણે ચંદ્રની સપાટી પરથી માહિતી મોકલી આપીઃ માત્ર ચાર જ મહિના બાદ, સર્વેયર-1એ ચંદ્ર પર અમેરિકાના સફળ યાન ઊતરાણની શ્રેણીના મંડાણ કર્યા. સોવિયેટની માનવવિહીન અવકાશયાત્રા 1970ના દાયકામાં લુનોખોડ પ્રોગ્રામમાં પૂરી થઇ જેમાં પ્રથમ માનવવિહીન રોવર્સ અને ચંદ્રની સપાટીની માટી પૃથ્વી પર અભ્યાસ માટે લાવવાની સફળતાનો સમાવેશ થાય છે. આ એવી પ્રથમ (અને અત્યારસુધીની એકમાત્ર) ઘટના બની રહી જેમાં અન્ય ગ્રહોની માટીના નમૂના પૃથ્વી પર ઓટોમેટીક રીતે લાવવામાં આવ્યા હોય. અનેક દેશો દ્વારા ચંદ્રના પરીભ્રમણ માટે છોડવામાં આવેલા માનવવિહીન અવકાશ યાન દ્વારા ચંદ્રનું સંશોધન ચાલુ રહ્યું અને ભારતે પણ 2008માં મૂન ઇમ્પેક્ટ પ્રોબ મિશન હાથ ધર્યું.
ઈ.સ. 1968માં એપોલો-8ની અવકાશ યાત્રાથી માનવસહિતના યાન દ્વારા ચંદ્રના સંશોધનનો પ્રારંભ થયો જેમાં પ્રથમ વખત કોઈપણ અવકાશી પદાર્થની માનવ દ્વારા સફળ પરીક્રમા કરવામાં આવી. ઈ.સ. 1969માં અપોલો-11નીઅવકાશયાત્રાથી માનવે અન્ય વિશ્વ પર પ્રથમ વખત પગ માંડ્યો. જો કે, ચંદ્રનું માનવ સંશોધન લાંબો સમય ચાલ્યું નહીં. ઈ.સ. 1972માં અપોલો-17 દ્વારા છેલ્લી વખત માનવે ચંદ્રની મુલાકાત લીધી અને નજીકના ભવિષ્યમાં ચંદ્ર પર માનવયાત્રાનું કોઇ આયોજન કરવામાં આવ્યું નથી.
મંગળ[ફેરફાર કરો]
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Exploration of Mars
સોવિયેટ યુનિયન (પછીથી રશિયા), અમેરિકા, યુરોપ અને જાપાનના અવકાશી સંશોધન કાર્યક્રમમાં મંગળનું સંશોધન મહત્ત્વનો ભાગ છે. 1960ના દાયકામાં ઓર્બિટર, લેન્ડર્સ અને રોવર્સ સહિતના ડઝનબંધ રોબોટિક અવકાશયાનો મંગળ તરફ મોકલવામાં આવ્યા હતા. આ અવકાશયાત્રાઓનો ઊદ્દેશ્ય મંગળની વર્તમાન પરિસ્થિતિ અને ઇતિહાસ અંગેના સવાલોના જવાબ આપવા માટેની માહિતી એકઠી કરવાનો હતો. વૈજ્ઞાનિક સમુદાય દ્વારા ઊભા કરવામાં આવેલા પ્રશ્નો માત્ર આ લાલ ગ્રહ અંગેની વધારે સમજ પૂરી પાડવા ઉપરાંત પૃથ્વીના ભૂતકાળ અને શકય ભવિષ્ય અંગે પણ વધારે ઉંડાણપૂર્વકની માહિતી પૂરી પાડશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
મંગળનું સંશોધન ખૂબ જ ખર્ચાળ પણ પૂરવાર થયું છે કારણ કે લગભગ બે-તૃત્યાંશ જેટલા અવકાશયાનો મંગળ પરની તેમની યાત્રા પૂરી કરે તે પહેલાં જ તૂટી પડ્યા છે તો કેટલાક તો યાત્રા શ જ કરી શકયા ન હતા. આટલી મોટી નિષ્ફળતાનું કારણ આ આંતરગ્રહીય યાત્રામાં સમાવિષ્ટ ગૂંચવડો અને અનેકવિધ વિવિધતાઓને કારણે ગણી શકાય અને તેના કારણે સંશોધકો મજાકમાં તેને મહાન મોટામસ ભૂત તરીકે ઓળખાવે છે[૧૭] જે મંગળ પર જતા યાનને ખાઇને જીવન ગુજારે છે. આ પરિસ્થિતિને મંગળના શ્રાપ (મંગળ દોષ) તરીકે પણ ઓળખવામાં આવે છે.[૧૮]
ફોબોસ[ફેરફાર કરો]
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Exploration of Phobos
ઈ.સ. 2011માં લોન્ચ કરવાનું આયોજન કરવામાં આવેલી રશિયન અવકાશયાત્રા ફોબોસ-ગ્રન્ટ ફોબોસ અને મંગળની આજુબાજુની ભ્રમણકક્ષાના સંશોધનનો પ્રારંભ કરશે[૧૯] અને મંગળના ચંદ્રો અથવા ફોબોસ મંગળ પર યાત્રા કરતાં યાનને બદલવાનું સ્થળ બની શકે તેમ છે કે નહીં.[૨૦]
ગુરુ[ફેરફાર કરો]
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Exploration of Jupiter
ગુરુના સંશોધનમાં આ ગ્રહ પર 1973થી શ કરીને નાસા દ્વારા મોકલવામાં આવેલા અનેક ઓટોમેટિક અવકાશયાનનો સમાવેશ થાય છે. મોટાભાગની અવકાશયાત્રાઓ માત્ર ફલાયબાય્સ હતી જેમાં ગ્રહ પર ઊતરાણ કર્યા વિના કે તેની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કર્યા સિવાય ઉંડાણપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, માત્ર ગેલિલીયોઅવકાશયાને જ ગુરુ પર ઊતરાણ કર્યું હતું. ગુરુ પર માત્ર થોડોક જ ખડકાળ પ્રદેશ હોવાનું અને કઠળ સપાટી ન હોવાનું માનવામાં આવતું હોવાથી તેના પર ઊતરાણ લગભગ શકય નથી.
પૃથ્વી પરથી ગુરુ પર જવા માટે 9.2 કિમી પ્રતિ સેકન્ડના ડેલ્ટા-વીની જરૂર પડે છે,[૨૧] જેની સરખામણી પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં પહાચવા માટે જરી 9.7 કિમી પ્રતિ સેકન્ડ ડેલ્ટા-વી સાથે કરી શકાય.[૨૨] સદનસીબે, ગ્રહની આસપાસની ઊડાનથી મળતી ગુરુત્વાકર્ષણની સહાયતાનો ઉપયોગ ગુરુ સુધી પહોંચવા માટે જર પડતી ઉર્જામાં ઘટાડો કરવામાં કરી શકાય, અલબત્ત તેના માટે અવકાશયાત્રાનો સમયગાળો ખૂબ જ વધી જાય.[૨૧]
ગુરુ જાણમાં હોય તેવા 60થી વધુ ચંદ્ર ધરાવે છે જેમાંથી મોટા ભાગના વિશે ખૂબ જ ઓછી માહિતી છે.
શનિ[ફેરફાર કરો]
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Exploration of Saturn
શનિનું સંશોધન માત્ર નાસા દ્વારા મોકલવામાં આવેલા માનવરહિત અવકાશ યાન દ્વારા જ કરવામાં આવ્યું છે, જેમાં અન્ય અવકાશી સંસ્થાઓના સહકારમાં આયોજન કરીને અમલ કરવામાં આવેલી એક અવકાશ યાત્રા (કેસીની-હ્યુજીન્સ)નો પણ સમાવેશ થાય છે. આ અવકાશયાત્રાઓમાં શનિની આસપાસથી પસાર થયેલા 1979માં પાયોનિયર-11, 1980માં વોયજર-1, 1982માં વોયજર-2 અને 2004માં શનિની ભ્રમણ કક્ષામાં પ્રવેશેલા કેસીની અવકાશયાનનો સમાવેશ થાય છે અને તેની યાત્રા 2010માં પણ ચાલુ રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
શનિને ઓછામાં ઓછા 60 ઉપગ્રહો છે,જો કે તેની ચોક્કસ સંખ્યા અંગે મતભેદ છે કારણ કે શનિના વલયો સ્વતંત્ર રીતે પરિભ્રમણ કરતાં જુદા-જુદા કદના અનેક પદાર્થોના બનેલા છે. આ ચંદ્રમાંથી સૌથી મોટો ટાઈટન છે. ટાઈટન સૂર્ય મંડળનો એવો એકમાત્ર ચંદ્ર છે જે પૃથ્વી કરતાં વધારે ગાઢ અને ઊંડું વાતાવરણ હોવાની વિશિષ્ટતા ધરાવે છે. કેસીની અવકાશયાનમાંથી હ્યજીન પ્રોબ્સને ટાઈટન પર સફળતાપૂર્વક ઊતારવાને પરિણામે, ટાઈટન (પૃથ્વીના પોતાના ચંદ્ર સિવાય) લેન્ડર દ્વારા સફળતાપૂર્વક સંશોધન કરવામાં આવ્યો હોય તેવા એક માત્ર ચંદ્ર હોવાની પણ વિશિષ્ટતા ધરાવે છે.
યુરેનસ[ફેરફાર કરો]
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Exploration of Uranus
યુરેનસનું સંશોધન સમગ્રપણે વોયેજર 2 અવકાશયાન દ્વારા થયું છે અને અત્યારે તેની અન્ય કોઇ મુલાકાતનું આયોજન નથી. તેના 97.77° ઢોળાવને કારણે તેના ધ્રૂવીય પ્રદેશો લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ અથવા અંધકારના સંપર્કમાં આવે છે, યુરેનસ પર શું છે તેની વૈજ્ઞાનિકો ધારણા કરી શકતા નથી. 24 જાન્યુઆરી 1986ના રોજ યુરેનસની સૌથી નજીક જવાયું હતું. વોયેજર 2 એ ગ્રહના અનન્ય વાતાવરણ અને ચુંબકીયઆવરણનો અભ્યાસ કર્યો હતો. વોયેજર 2 એ તેની વલય પ્રણાલી અને યુરેનસના ચંદ્રની પર તપાસ કરી હતી જેમાં અગાઉ જાણમાં આવેલા ચંદ્રોનો પણ સમાવેશ થાય છે, તેણે અગાઉ જાણમાં ન આવ્યા હોય તેવા દસ ચંદ્રો પણ શોધ્યા હતા.
યુરેનસની તસવીરો સૂચવે છે કે તે દેખાવમાં અત્યંત સમાન છે અને તેમાં ગુરુ અને શનિ પર જોવા મળે છે તેમ વાવાઝોડા કે વાતાવરણીય પટ્ટા નથી. ગ્રહની છબીમાં માત્ર કેટલાક વાદળાઓની ઓળખ કરવા પણ સખત મહેનતની જરૂર પડી હતી. જો કે યુરેનસનું ચુંબકીયઆવરણ એકદમ અલગ હોવાનું સાબિત થયું છે અને તેના પર ગ્રહની અસાધારણ અક્ષીય ઢાળની ભારે અસર છે. યુરેનસના સપાટ દેખાવથી વિપરિત યુરેનસના ચંદ્રની ચમકતી છબીઓ મેળવવામાં આવી છે જેમાં તે પુરુવાનો પણ સમાવેશ થાય છે કે મિરાન્ડા અસાધારણ રીતે ભૌગોલિક રીતે સક્રિય છે.
નેપ્ચ્યૂન[ફેરફાર કરો]
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Exploration of Neptune
નેપ્ચ્યૂનનું સંશોધન 25 ઓગસ્ટ 1989ના રોજ વોયેજર 2ની ઉડાન સાથે શરૂ થયું હતું. જે 2009 સુધીની સૌ પ્રથમ મુલાકાત હતી. નેપ્ચ્યૂન ઓર્બિટરની શક્યતાઓ અંગે ચર્ચા થઇ છે પરંતુ કોઇ અન્ય મિશનને હજુ સુધી ગંભીરતાથી લેવાયું નથી.
વોયેજર 2ની 1986ની મુલાકાત દરમિયાન યુરેનસના અત્યંત સમાન દેખાવ છતાં એવી ધારણા રખાય છે કે નેપ્ચ્યૂન પણ કેટલીક દૃશ્યમાન વાતાવરણીય ઘટનાઓ ધરાવતો હશે. વોયેજર 2એ શોધ્યું હતું કે નેપ્ચ્યૂન સ્પષ્ટ પટ્ટા, દૃશ્યમાન વાદળ, ઓરોરા અને એન્ટિસાયક્લોન સ્ટોર્મ સિસ્ટમ પણ ધરાવે છે અને તેના કદની તુલના ગુરુના મહાન કલંક સાથે જ થઇ શકે તેમ છે. નેપ્ચૂયન પર સૂર્યમંડળના કોઇ પણ અન્ય ગ્રહ કરતા સૌથી ઝડપી પવન હોવાનું પણ સાબિત થયું છે જે 2,100 કિલોમીટર પ્રતિકલાક જેટલી ઊંચી ઝડપ ધરાવે છે.[૨૩] વોયેજર 2એ નેપ્ચ્યૂનના વલય અને ચંદ્ર મંડળની પણ તપાસ કરી હતી. તેણે નેપ્ચ્યૂનની ફરતે ચાર પૂર્ણ વલય અને એક વધારાનો આંશિક વલય પણ શોધ્યો હતો. નેપ્ચ્યૂનના અગાઉ જાણીતા ત્રણ ચંદ્રની તપાસ કરવા ઉપરાંત વોયેજર 2એ અગાઉ અજાણ્યા પાંચ ચંદ્રની પણ શોધ કરી હતી જેમાંથી એક પ્રોટિયસ હતો અને તે મંડળનો બીજા ક્રમનો સૌથી મોટો ચંદ્ર હોવાનું સાબિત થયું હતું. વોયેજરની માહિતીએ તે દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવી છે કે નેપ્ચ્યૂનનો સૌથી મોટો ચંદ્ર ટ્રાઇટોન એ ઝડપાયેલો ક્યુઇપર પટ્ટોપદાર્થ છે.[૨૪]
વામન ગ્રહો[ફેરફાર કરો]
પ્લુટો[ફેરફાર કરો]
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Exploration of Pluto
વામન ગ્રહ પ્લુટો તેના પૃથ્વીથી અત્યંત દૂર અંતર અને નાના કદને કારણે અવકાશયાન માટે મોટો પડકાર બન્યો છે. પ્લુટો ઓક્ટોબર 2006માં આઇએયુએ ગ્રહની ફેરવ્યાખ્યા કરી ત્યાં સુધી એક ગ્રહ ગણાતો હતો.[૨૫] પ્લુટોના અત્યંત નાના કદને કારણે અત્યારે ભમ્રણકક્ષમાં ઘુસવું બહુ મુશ્કેલ છે. વોયેજર 1 પ્લુટોની મુલાકાત લઇ શક્યું હોત પરંતુ અંકુશકારોએ તેના સ્થાને શનિના ચંદ્ર ટાઇટનની ઉડાનની પસંદગી કરી હતી જેને કારણે પ્લુટોની ઉડાન પ્રવાસમાર્ગને અસંગત બની હતી. વોયેજર 2 પ્લુટો સુધી પહોંચવા માટે ક્યારેય વૃદ્ધિપથ ધરાવતો ન હતો.[૨૬]
વચગાળાના કદના દૂરના બરફીલા પદાર્થોના નવા અને ઉભરી રહેલા વર્ગમાં દળની દ્રષ્ટિએ બાકીના આઠ ગ્રહો અને લઘુગ્રહો તરીકે ઐતિહાસિક રીતે ઓળખાતા નાના ખડકાળ પદાર્થોમાં અગ્રણી અને સૌથી નિકટના સભ્ય તરીકે ફેરવર્ગીકરણ છતાં પ્લુટો રસપ્રદ ગ્રહ રહ્યો છે. (તે ભ્રમણકક્ષાને આધારે વ્યાખ્યાયિત કરાયેલા મહત્ત્વના પેટાવર્ગનો પ્રથમ સભ્ય પણ છે અને તે "પ્લુટિનો" તરીકે ઓળખાય છે.) પ્લુટો પર પહોંચવાના ન્યૂ હોરાઇઝન તરીકે ઓળખાતા મિશનને ભારે રાજકીય ચર્ચા બાદ 2003માં અમેરિકન સરકારે ભંડોળને મંજૂરી આપી હતી.[૨૭] ન્યૂ હોરાઇઝન 19 જાન્યુઆરી 2006નીમ સફળતાપૂર્વક લોન્ચ કરાયું હતું. 2007ની શરૂઆતમાં અવકાશયાને ગુરુનીગુરુત્વાકર્ષણ સહાયનો ઉપયોગ કર્યો હતો. તે 14 જુલાઈ 2015ના રોજ પ્લુટોની સૌથી નજીક પહોંચશે, આ મુસાફરીના પાંચ મહિના અગાઉ પ્લુટોના વૈજ્ઞાનિક નિરીક્ષણ શરૂ થઇ જશે અને એનકાઉન્ટર બાદ લગભગ એક મહિના સુધી ચાલશે.
ઇરિઝ[ફેરફાર કરો]
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Eris (dwarf planet)
ઇરિઝ સૂર્યમંડળનો જાણમાં આવેલો સૌથી મોટો વામન ગ્રહ છે અને સૂર્યનું પરિભ્રમણ કરતો જાણમાં આવેલો નવમો સૌથી મોટો પદાર્થ છે. પાલોમર વેધશાળા દ્વારા જાન્યુઆરી 2005માં તેની શોધ થઇ હતી. ઇરિઝનો વ્યાસ અંદાજે 2,500 કિલોમીટર ચે અને અને પ્લુટો કરતા 27% વધુ દળ ધરાવે છે. તે ડાયસ્નોમિયા નામનો એક ચંદ્ર ધરાવે છે. સૂર્યથી તેનું વર્તમાન અંતર 96.7 એયુ છે જે પ્લુટોના અંતર કરતા ત્રણગણુ વધુ છે. કેટલાક ધૂમકેતુઓને બાદ કરતા તેને સૂર્યમંડળમાં કુદરતી પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે.
સિરીઝ[ફેરફાર કરો]
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Ceres (dwarf planet)
સિરીઝનું અત્યાર સુધી બહુ સંશોધન થયું નથી પરંતુ 2015માં નાસાની ડોન અવકાશ તપાસ તેના પર કામ શરૂ કરે અને વામનગ્રહની આસપાસ ધરીમાં પ્રવેશ કરે તેવી ધારણા છે.
લઘુગ્રહો[ફેરફાર કરો]
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Exploration of the asteroids
અવકાશ પ્રવાસની શોધ પહેલા લઘુગ્રહ પટ્ટામાં પદાર્થો સૌથી મોટા ટેલિસ્કોપમાં પણ પ્રકાશના માત્ર પિનપ્રિક્સ જેવા જ દેખાતા હતા અને તેમના આકાર અને પ્રદેશો એક રહસ્ય રહ્યાં હતા. કેટલાક લઘુગ્રહોની તપાસ દ્વારા મુલાકાત લેવાઇ છે જેમાં સૌ પ્રથમ ગેલિલીયો નો સમાવેશ થાય છે તેણે બે વખત ઉડાન ભરી હતી, 1991માં 951 ગેસપ્રાઅને 1993માં 243 ઇડા. આ બંને ઉડાના ગેલિલીયોના સ્વીકાર્ય ખર્ચમાં ગુરુની મુલાકાતની દિશામાં પ્રવાસની ઘણી નિકટ છે. લઘુગ્રહ પર પ્રથમ ઉતરાણ 2000માં નીયર શૂમેકર તપાસ દ્વારા કરાયું હતું. ત્યાર બાદ પદાર્થના પરિભ્રમણકક્ષાનો સરવે થયો હતો. વામન ગ્રહ સિરીઝ અને લઘુગ્રહ 4 વિસ્ટા, નાસાના સપ્ટેમ્બર 2007માં શરૂ થયેલા ડોન મિશનના ત્રણ સૌથી મોટા લક્ષ્યાંક પૈકીના બે છે.
Very nice Milan sir
ReplyDeleteRoulette wheel - Lucky Club Live Casino
ReplyDeleteRoulette Wheel. Roulette wheel, the most simple and simple game of any casino, brings you a new dimension to luckyclub the traditional roulette table. The wheel is spun in the
Best casino games, slots, tables and slots - DRMCD
ReplyDeleteLooking 성남 출장샵 for casino games 고양 출장마사지 that offer bonuses? Check 김천 출장안마 out 부산광역 출장안마 our list of the top 10 casino 강원도 출장샵 games on the Net that offer bonuses on slots, slots, tables and